Saturday, December 24, 2011

દૈનિક સંકલ્પ

આજે સવારે ઉઠ્યા પછી
હું સ્મિત કરું છું

નવા નક્કોર ચોવીસ કલાક
મારી સામે તૈયાર ઉભાં છે

હું પ્રત્યેક ક્ષણ નેં
પુરેપુરી જીવવા માટે અને

પ્રત્યેક જીવ નેં કરુણા નીં નજરે
જોવા માટે સંકલ્પબદ્ધ છું!

- વિએટનામ નાં ઝેન ગુરુ થીચ નહાટ હાન્હા

2 comments:

  1. ભાઇશ્રી નયનેશભાઇ અને તન્મયભાઇ ,
    આગિયાના ઝ્બકારાના પ્રકાશને હાથના ખોબામાં ઝીલી લેવો કે હૃદયની ધડકનને ગીતમાં સમાવી લેવી એના જેટલું જ અઘરૂં કામ મગજમાં સ્ફુરી ઉઠેલા શબ્દને લેખનમાં ઢાળી દેવો એ છે.
    આપનો પ્રયાસ સ્તુત્ય છે.
    અભિનંદન.
    અશોક વૈષ્ણવ

    ReplyDelete
  2. અશોકભાઈ,
    આ પ્રયાસ ને બિરદાવવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
    સાભાર,
    તન્મય નયનેશ વોરા

    ReplyDelete