Tuesday, April 23, 2013
Friday, April 19, 2013
બંધ બારણાં - કોઈ આવશે તો? - નયનેશ વોરા
" મેં તો ચાહત નાં દ્વારને
વાસ્યાં હતાં;
એ તો ચાલ્યાં ગયા
બંધ જોઇને!"
ઘણી વાર આપણે એવું થતું અનુભવ્યું હશે કે, કોઈ દોસ્ત ની બહુજ યાદ આવી જાય અને એને મળીને ગપશપ કરવાનું મન
થયું હોય તો ક્યારેક મુશ્કેલી ના સમયમાં દિમાગને હળવું કરવાની અદમ્ય
ઈચ્છા થઇ જતી હોય છે. આપણે એ દોસ્તને ઘરે જઈએ છીએ, અને ડોરબેલ ને આપણી
આંગળીયોના સ્પર્શનો અભાવ રહી જતો મહેસુસ કર્યો હોય - કારણ કે બંધ
દ્વાર ઉપર એક તાળું લટકતું જોયેલું હોય. એવું પણ બની શકે કે, ત્યારે
આપણે એકદમ નિરાશ થઇ જતા હોઈએ છીએ.
યાદ ઉભરા જેવી હોય છે , દૂધ ગરમ કરીએ અને ઉભરો આવે કે સોડા બોટલ
નું ઢાંકણું ખુલતા જ સોડા માં ઉભરો આવે તેમ યાદ ઉભરો બની જાય અને પછી આવે
તે હોય છે વાસ્તવિકતા...આપણે જે રીતે વિચારતા હોઈએ તે રીતે દરેક સામે ની વ્યક્તિ વિચારતી હોય એ
જરૂરી નથી હોતું.
તાજેતર માં છાપાઓ માં વાંચેલું યાદ આવ્યું કે તમિલનાડુ રાજ્ય માં એક ગામ એવું છે કે જ્યાં મકાનો માં બારણાં રાખવા ની પ્રથા જ નથી.
એવું માનવા માં આવે છે કે અહીં દૈવી શક્તિ ની એવી આણ છે કે રક્ષા માટે બારણાઓ ની જરૂર પડતી નથી, એટલે ચોરી પણ થતી નથી.
અહીં વાત શ્રધ્ધા ની છે - શ્રદ્ધા નું નામ હોઈ શકે?
કવિ એટલેજ કહે છે કે ખુદા ને પામવા નું નામ જ શ્રદ્ધા! આજે બધું જ બદલાઈ ગયું છે; અલગતાવાદે બારણાં ની આવશ્યકતા ઉભી કરી કે બારણાં ઓ એ અલગાવવાદ નો પાયો નાખ્યો એ કહી શકાતું નથી.
વિકાસ ની સાથે સાથે આપણું મન માત્ર પોતાના જ વિચાર કરવા લાગ્યું અને હૃદય માં પણ બારણાં ઓ પડી જતાં જોયાં..
!
એક મિત્ર ને કાર્યક્રમ ના સંચાલન દરમ્યાન એવું કહેતા સાંભળ્યા
કે, શહેર ના ટ્રાફિક સિગ્નલ પર રસ્તો ખુલવા માટે રિવર્સ કાઉન્ટ શરુ થાય તે
દરમ્યાન ભિખારી ને જોઈ ને આપણે કાર ના કાચ ચડાવી દઈએ છીએ.. ખરો પ્રશ્ન એ છે
કે આપણે કેમ નથી વિચારતા કે જયારે આપણે મંદિર માં જઈએ છીએ ત્યારે ભગવાન
આવા કોઈ કાચ ચડાવે તો? આનો જવાબ ના હોય છે કારણ કે એ ભગવાન છે અને આપણે
માણસ છીએ.
મહત્વ ની વાત એ છે કે સામે ના માણસ ની પરિસ્થિતિ માં મુકાઇ ને જો વિચારવા
માં આવે તો કદાચ આપણે આવું કરતા અટકીએ.
કોઈ આવે ત્યારે કાચ ચડાવીએ નહી અને અડધો કાચ પણ સાવ જ ઉતારી નાખીએ.
વિચારવા ની તસ્દી જ ન લેવા ને કારણે વાદ-વિવાદ ઉભા થતા હોય છે. કુદરત ને
બચાવવાના નારા ઓ ની જરૂર નથી; ખરેખર તો માણસ ના મનને પ્રદુષણ થી બચાવવા
માટે ના slogans ની હવે જરુરીયાત ઉભી થઇ છે.
પૃથ્વી વિષે જો એવું slogan હોય કે "Our mother earth, let us care
and share" તો પછી આપણા મન વિષે એવું કહી શકાય , "Mind is our father. Let
us think and think again."
રાહોં પે નઝર રખના
હોઠોં પે દુવા રખના
આ જાયે કોઈ શાયદ
દરવાજા ખુલા રખના।
માણસ ને જરૂર એટલી જ છે કે એને ક્યારેય બંધ દ્વાર નો સંકોચ ના રહેવો જોઈએ!
નયનેશ વોરા - લખ્યા તા: 09-માર્ચ -2006
સંપૂર્ણ રીતે અપૂર્ણ
મનુષ્ય હોવું એટલે જ અપૂર્ણ હોવું. દેખાતો સંપૂર્ણ માણસ એક ભ્રમ છે. સત્ય એ છે કે આપણી અપૂર્ણતાઓ પુરાવો છે આપણા મનુષ્ય હોવાનો .
તમે ક્યારેય નાના બાળક ને જોયું છે?
શું તે જન્મ થી જ સંપૂર્ણ હોય છે? તેને કેટલું તો નથી આવડતું હોતું. પણ છતાં ખુબ વહાલું લાગે છે, કેમ કે આપણે એ નાના બાળક ને સાચા અને ખોટા, સારા અને ખરાબ ના ત્રાજવા માં નથી તોળતા. એ જે છે તેનો જ સ્વીકાર કરીએ છીએ.
ફૂલ આપણને એટલે જ ગમે છે કારણ કે તે આપણને ખુશ કરવાની કોઈ પેરવી નથી કરતા. તે પોતાના માં મસ્ત છે અને પોતાની અપૂર્ણતાઓ નો સહજ સ્વીકાર કરી ને જીવે છે - ખરે છે.
શ્રેષ્ઠ અવાજ ધરાવતા પક્ષીઓ જ ગાતા હોત તો વન માં કેટલી ભયાનક શાંતિ હોત? દરેક પક્ષી ગાય છે, કેમ કે દરેક પક્ષી પાસે એક ગીત છે અને દરેક પક્ષી ની એક અલગ શૈલી છે. પરોઢ થતા ની સાથે આ પક્ષીઓ પોતાના કલરવ થી જયારે આપણ ને જગાડે છે ત્યારે આપણે એ કલરવ ને મુલવતાં નથી - બસ, એને માણીએ છીએ.
શ્રેષ્ઠ અવાજ ધરાવતા પક્ષીઓ જ ગાતા હોત તો વન માં કેટલી ભયાનક શાંતિ હોત? દરેક પક્ષી ગાય છે, કેમ કે દરેક પક્ષી પાસે એક ગીત છે અને દરેક પક્ષી ની એક અલગ શૈલી છે. પરોઢ થતા ની સાથે આ પક્ષીઓ પોતાના કલરવ થી જયારે આપણ ને જગાડે છે ત્યારે આપણે એ કલરવ ને મુલવતાં નથી - બસ, એને માણીએ છીએ.
પણ જયારે બીજા માણસ ની વાત આવે ત્યારે જીવન ભર આપણે તેમની પાસે થી સંપૂર્ણ થવા ની અપેક્ષાઓ રાખીએ છીએ. જયારે આપણે ખુદ જેવા ઇચ્છીએ છીએ એવા નથી બની શકતા તો બીજાઓ આપણે ઈચ્છીએ એવા કેવી રીતે બને? બીજાઓ ને તો ઠીક પણ આપણે આપણા બાળકો ને પણ કંઇક 'બનાવવા' માંગીએ છીએ અને એ જે 'છે' એને જોવાનું ચુકી જતાં હોઈએ છીએ.
સત્ય એ જ છે:દરેક મનુષ્ય સંપૂર્ણ રીતે અપૂર્ણ છે અને જ્યાં સુધી આપણે બીજો ની અપૂર્ણતાઓ નો સહજ સ્વીકાર નહિ કરીએ ત્યાં સુધી આપણે કોઈ ને પણ સાચા દિલ થી ક્યારેય ચાહી નહીં શકીએ .
તન્મય વોરા - લખ્યા તા: 19/04/2013
Subscribe to:
Posts (Atom)